આ નવા વર્ષના પ્રારંભમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાહિત્ય પ્રકાશન વિભાગ તરફથી શ્રીહરિના લીલા ચરિત્રોથી સભર એવી સદ્. ભાયાત્માનંદ સ્વામીની વાતોનું આ પુસ્તક સત્સંગ સમાજને ચરણે ધરતાં આનંદ અનુભવીએ છીએ.
મૂળ હસ્તલિખિત ગ્રંથમાંથી સંશોધન કરી પ્રુફ તપાસવાની સેવા પ્રવૃત્તિમાં સાધુ લક્ષ્મીનારાયણદાસજી તથા શ્રી વશરામ ભગત તથા પ.ભ. શ્રી સુરેશભાઈ ભટ્ટ સાહેબે ઉત્સાહથી સેવા બજાવી છે. પેઇજ સેટિંગ સાધુ રસિકવલ્લભદાસજીએ કરેલ છે. આ લીલા ચરિત્રો સહુને શાંતિ ને પ્રેરણાદાયી બની રહો. અંતરની એ જ અભ્યર્થના.
શ્રીજી મહારાજનાં ચરિત્રો જે રીતે એ બેઠા ઊઠયા હોય ને જે રીતે બોલ્યા હોય એ આદિક જે લીલાચરિત્રો તે મારી બુદ્ધિ અનુસારે જેમ મેં દીઠાં છે ને જેમ મને સાંભરે છે તે પ્રમાણે લખું છું.