સધવા બહેનોને પોતાના વ્રતપાલનમાં શાસ્ત્રસંમત માર્ગદર્શન આપવા અને ગંગાસ્વરૂપ બહેનોના કઠિન વૈધવ્યવ્રતને સરળ ને સુગમ બનાવવા સંત શિરોમણિ સદ્. મુક્તાનંદ સ્વામીએ આ સતીગીતા ગ્રંથ રચીને સધવા વિધવા બહેનોને અદ્ભુત સુરક્ષા કવચ કંડારીને આપેલ છે. સદ્. મુક્તમુનિએ આ સનારીઓને પોતાના વ્રતપાલનમાં વિક્ષેપરૂપ ભયસ્થાનો ઓળખાવીને બહેનોને સાવધ અને સજાગ બનાવવા આ ગ્રંથમાં જે શાસ્ત્ર સંમત સૂચનો કર્યા એ તો લક્ષ્મણરેખા અને સુરક્ષા સમાન છે.