રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય મૂળત: તો બંગાળી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે. પરંતુ જો આ સાહિત્ય ભારતમાં બહોળા પ્રમાણમાં ફેલાવવું હોય તો એનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ આવશ્યક છે. ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આ સાહિત્ય કેવી રીતે પ્રકાશિત થયું હતું, કોની પ્રેરણાથી થયું હતું, એ વિશે લેખમાળા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિકમાં વિભિન્ન સમયે છપાયેલ છે. આ સંકલન અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.