5 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’ના આદર્શને અનુસરીને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. મિશનની સ્થાપનાનાં 125 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2022નો દીપોત્સવી અંક ‘રામકૃષ્ણ મિશન સવાસોમી જયંતી વિશેષાંક’ એ નામે પ્રકાશિત થયો હતો. લેખકે એ અંકમાં મિશનની સ્થાપનાનો ઇિતહાસ સંક્ષિપ્તરૂપે વર્ણવ્યો છે. એ લેખો વાચકોને સહજલભ્ય બનાવવા માટે ‘રામકૃષ્ણ મિશનની આદિકથા’ પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. આશા સેવીએ છીએ કે વાચકવર્ગ આ પુસ્તકને બહોળો પ્રતિસાદ આપશે.
સ્વામી કૃષ્ણસખાનંદ